જાશે
જાશે
1 min
1.2K
કવિતા ઈ તું
જો નયનથી નયન આજે મળી જાશે,
તો ઈશારે ઈશારા પણ ફળી જાશે.
લાગણીઓ પછી એવી તો હરખાશે,
શ્વાસમાં શ્વાસ આ જ્યારે ભળી જાશે.
ઝંખનાઓ પછી એવી વગોવાશે,
કે "સ્વ"ના કલ્પનો ખુદને છળી જાશે.
શૂન્યતા જિંદગી સાથે લખી છે તે,
ભીતરેથી ખરેખર નીકળી જાશે.
બેશરમ આખરે એવો બનું કે તે,
દિલ્લગીમાં જ મારા પીગળી જાશે.
બે ક્ષણો આજ પાસેના રહ્યો, કારણ
મીણ માફક પળો પણ ઓગળી જાશે.
પ્યાસ તારા હૃદયે છે તે'કસક'આજે,
મીઠું મૃગજળ બનીને ગળ ગળી જાશે.