STORYMIRROR

Sandip Patel"kasak"

Romance

3  

Sandip Patel"kasak"

Romance

હઝલે ગઝલ

હઝલે ગઝલ

1 min
26.8K


આજ આંજાયેલ કાજળનો નજારો જો,

ને અણીયારા નયનનો આ ધખારો જો.

તુજ નશીલી આંખમાં ઘરકાવ એવા થ્યા,

કે નથી મળતો ઉગરવાનો કિનારો જો.

દિલ તને આપ્યું હતું કોમળ કળી સમજી,

પણ,પડ્યો પથ્થર સમો તારો પનારો જો.

ભૂલથી તું ના રમત રમતો રમા સંગે,

લાગશે ઋગ્ણાલયે લાંબી કતારો જો.

છે 'કસક' દિલમાં કસક તારી હયાતીની,

એટલે કીધું, નથી ખોટો લવારો જો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance