તું નથી તો...
તું નથી તો...
તું નથી તો જિંદગી વેરાન સમ લાગે છે,
દિવસનું પરોઢિયું ઘનઘોર અંધકાર સમ લાગે છે,
જ્યારે મળે તું મને જિંદગી ફોરમ સમ લાગે છે,
બસ, સુવાસને સુવાસ ચારેકોર ફેલાય છે,
શિયાળાની ઠંડી જાણે ફુલ ગુલાબી સમ લાગે છે,
મળી જાય સ્પશૅ તારો તો વાઘા પણ વિસરાય છે.
ગ્રીષ્મની ગરમીમાં ધરતી જાણે અંગારા સમ લાગે છે,
બસ, તમારો પડછાયો પણ હિમની ગરજ સારે છે.
વષૉથી ભરેલું ખાબોચિયું દરિયા સમ લાગે છે,
જોવું એમા પ્રતિબંબ તમારું તો દરિયો પણ બુંદ સમ લાગે છે.