STORYMIRROR

Sandip Patel"kasak"

Inspirational

3  

Sandip Patel"kasak"

Inspirational

નારી

નારી

1 min
25.8K


આંખે અમી ભરી છલકતું માન હોય છે,

નયને અશ્રુંની ધાર પણ અરમાન હોય છે.


ભીનાશ આંખમાં તેની સાશ્રાત દર્શતી

ને લાગણી તણા સ્વરે ગુણગાન હોય છે.


છે સપ્તરંગ પુષ્પનો ગુલશન તેને વર્યો

ફુલ કાજ તેની જાત પણ કુરબાન હોય છે.


વાત્સલ્ય, પ્રેમ, સ્નેહ લૈ તત્પર રહે સદા,

ને જગ મુખે સદૈવ ત્યાં સન્માન હોય છે.


કડવું છે સત્ય સમજવું ,જીવન પડાવ પર,

"નારી થકી જ નારીનું અપમાન "હોય છે.


-સંદિપ પટેલ"કસક"


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational