હરિ મળે છે
હરિ મળે છે


મોતથી મુકાબલો કરનારને હરિ મળે છે,
ને આટલી ધીરજ ધરનારને હરિ મળે છે,
થાય છે અગનકસોટી એની દુનિયામાં ને,
એમાં લેશમાત્ર ન ડગનારને હરિ મળે છે,
થાય છે હાંસીપાત્ર જગતમાં ભક્તો કદી,
તોય વિશ્વાસ દ્રઢ રાખનારને હરિ મળે છે,
છોને વદતા વૈખરી વાણી સ્વજનો પણ,
પરાનું શસ્ત્ર સમે ઉગામનારને હરિ મળે છે,
હોય છે હરપળે હાજર હરિ એની સાથે,
સ્મરણમાં દેહભાન ભૂલનારને હરિ મળે છે,
થઈ જાય સઘળી સમસ્યાનું સામાધાનને,
અહમનો છેદ વખતે ઊડાડનારને હરિ મળે છે,