STORYMIRROR

Hiral Trivedi

Inspirational

4  

Hiral Trivedi

Inspirational

સંભાવના-હશે

સંભાવના-હશે

1 min
103


ખબર નહીં કઈ કેટલીયે વ્યથાઓનું રહેઠાણ હશે, 

કદાચ એટલે જ અશ્રુઓમાં ખારાશનું વધારે પ્રમાણ હશે,


નથી સરળ હોતી સમજાવી મૌનની ભાષા, 

સમજી ગયા જે મિત્રો, કેવી અદ્દભૂત એમની સમજણ હશે,


વિધિની વક્રતા કહો કે કુદરતની ક્રૂર મજાક સાહેબ,

માણસ પર સમય સાથે ચડતું રોજ નવું આવરણ હશે,


તાલમેલ સાધીને સરળતાથી જીવી શકાય એટલે જ,

કદાચ હૃદયને કોમળતા અને મનને બક્ષી પાષાણતા હશે,


રોજ અવનવી ઈચ્છાઓના જન્મ અને મરણ વચ્ચે જીવતી જિંદગીને, 

કઈ ઈચ્છા પ્રથમ પૂર્ણ કરવી એ જ મોટી મૂંઝવણ હશે.


>ન ઈચ્છા હોવા છતાં પણ લડવી પડે છે જીવનની કસોટીઓ, 

હાર અને જીત કરતા લડી લેવું એ મહત્વનું કારણ હશે.


અપેક્ષા અને ઉપેક્ષા એ તો સિક્કાની બે બાજુ જેવા છે,

જોવું રહ્યું કે કોનું વધારે એકબીજા સાથે સગપણ હશે.


બે આંખોથી પણ જોઈ ના શકાયું જે દુનિયાથી,

એક આંખે બતાવી દીધું એ જ ઈશ્વરનું પરિમાણ હશે.


હોઈ છે લાખો લોકો આસપાસ જીવની આ ભીડમાં,

કોને પોતાના અને કોને પારકાં ગણવા એ મનની મોટી વિમાસણ હશે.


અગણિત મુશ્કેલીઓ હોય તો પણ જીવી જવાય છે જિંદગી, 

પડકાર આપવો દરેક ક્ષણને હાસ્યથી એ જ એનું અંતિમ ચરણ હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational