ચાલને થોડું જીવી લઈએ
ચાલને થોડું જીવી લઈએ


માતાની કૂખથી નનામી સુધીની સોનેરી સફર છે જીવન,
ચાલને આ સફર ને યાદગાર બનાવી દઈએ,
લાખોની ભીડમાં ક્યાંક ખોવાઈ જશે આપણું અસ્તિત્વ,
ચાલને એકવાર જાત સાથે વાત તો કરી જોઈએ,
મારું અને તારું કરવાનાં અહમમાં બહુ કરી તકરારો,
ચાલને હું અને તું માંથી આપણે બની જઈએ,
મર્યા બાદ તો નર્યા વખાણ જ કરશે દુનિયા,
ચાલને એકવાર સ્વનું પણ મૂલ્યાંકન કરી જોઈએ,
સમયનો નિયમ છે એ તો સરી જશે રેતીની જેમ,
ચાલને એકવાર સમય સાથે પણ ચાલી લઈએ,
સુખના પ્રસંગમાં તો સૌ કોઈ હાજરી આપે છે,
ચાલને કોઈના દુઃખમાં પણ ભાગીદાર બની લઈએ,
માન્યું કઠિન છે સત્યના માર્ગ પર ચાલવું આ દુનિયામાં,
ચાલને એકવાર આ પ્રયોગ પણ કરી લઈએ.