STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

4  

ચૈતન્ય જોષી

Inspirational Others

સ્મરીને સદાશિવને

સ્મરીને સદાશિવને

1 min
369

સ્મરીને સદાશિવને "સાલ મુબાર" કીધું, 

હૈયાનાં હેતે નૂતનવર્ષને પછી વધાવી લીધું, 


શમણાં જિંદગીના મબલખ સજાવ્યાં કેવાં ! 

અમરત આશાવાદનું સ્હેજે મનભરી પીધું, 


કર્યા હિસાબો ભૂલચૂકના હતા ગયા વર્ષના, 

ક્ષમાયાચના પ્રાયશ્ચિતે મનને શણગારી દીધું, 


સંબંધોના કરી ગુણાકાર મીઠાશ મધ સરખી,

માફા-માફીના વ્યવહારે કહી દીધું સંમુખ સીધું, 


ધરમ માનવતા સદા રહે આચારે અભિલાષા,

પ્રાર્થી પરમેશને અંતરેથી કશું ન માંગ્યું બીજું.  


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational