STORYMIRROR

kusum kundaria

Inspirational

4  

kusum kundaria

Inspirational

સમાધાન

સમાધાન

1 min
319

અહીં રોજ જાત સાથે સમાધાન કરીને જીવવું પડે છે. સમય અને સંજોગ માણસને ધીમે ધીમે પછી ઘડે છે.


ઇચ્છા મુજબ બધાને જીવનમાં સઘળું કદી મળતું નથી. સમજી લે જે આ વાત એ પછી દુ:ખી થઇને ના રડે છે.


હર કદમ આવશે અડચણો પણ હિંમતથી પાર થશે.

હોય ઇરાદા મજબૂત એને હિમાલય પણ ક્યાં નડે છે.


જૂઠી માન્યતાઓની કેદમાં રહીને જે જીવન જીવશે. પોતાના જ વિચારોની કેદમાં પછી એ રોજ સડે છે.


કુટુંબમાં પણ થાય કંકાશ કલેહ અણસમજથી જ્યારે. વડીલો કહેતા આવ્યા વાસણ હોય એ રોજ ખખડે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational