સમાનતા
સમાનતા
હું ભલેને જીતું પણ તું ના હારવો જોઈએ.
હું ખુશી મનાવું, તું ના અશ્રુ સારવો જોઈએ.
હાલને એવી રમત રમીએ કે બંને જીતીએ,
બંને માણીએ, તું ના મોળું વિચારવો જોઈએ.
સાથોસાથ ઊજવીએ દીવાળી દીપ લાવીને,
હું મારા દીપથી તારો દીપ પ્રગટાવવો જોઈએ.
મૂક મારુંને તારું હવે કરીએ સહુ સહિયારું,
હું છોને આગળ ચાલું સાથે તું દેખાવો જોઈએ.
છે વરસનો છેલ્લો દિવસ ભૂલી જઈએ જૂનું,
નવેસરથી ગણીએ સ્નેહ સદા છલકાવો જોઈએ.
