STORYMIRROR

Sapana Vijapura

Inspirational

4  

Sapana Vijapura

Inspirational

આજના દિવસે

આજના દિવસે

1 min
441

મળે વસંત તને મિત્ર આજના દિવસે,

રહે પરે દુખથી મિત્ર આજના દિવસે,


હો સર્વ પૂરી, કો' ઈચ્છા નહી રહે અધુરી,

ભરે ફૂલોથી જિંદગી મિત્ર આજના દિવસે,


હું તારું, મારું તું સન્માન જાળવે સાહેબા,

કરુ હું માન પ્રિયનું, મિત્ર આજના દિવસે,


ભરી લો ઘર ઉપવન મારુ આજ ફૂલોથી,

મહેકે ઘર ઉપવન મિત્ર આજના દિવસે,


હા સર્વ 'સપના' થશે પૂર્ણ નયનના પ્રિયનાં'

સજાવ 'સપના' નવા મિત્ર આજના દિવસે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational