સમયની સાથે
સમયની સાથે
સમયની સાથે ચાલ રે મનવા....
તું સમયની સાથે ચાલ.
સમયને વેડફી ના નાખ મનવા...
નહીં તો જીવન થશે બે હાલ... મનવા....
સમય તો સમયનું કામ કરશે મનવા...
જુએ નહીં તારી વાટ.
સમયને ઓળખી ચાલ રે મનવા....
માનવ જીવન દિપાવવા માટ.. મનવા...
સમયથી ચેતીને ચાલ રે મનવા..
તક નહીં મળે વારંવાર.
જન્મ મરણના ફેરા કાળ રે મનવા...
માટે ચેતી ચાલો નરનાર રે મનવા....
