STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Children

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Children

ઉનાળો

ઉનાળો

1 min
384

આકરા ઉનાળાની આકરી ગરમી, 

લખ લખ કરતી આવી ગરમી, 


ગામના ફળિયા ગામના પાદરા, 

ભાસે ભેંકાર, સૂના સૂના, 

શેકાઈ રહી શહેરની ગલીઓ,

કાળઝાળ કરતી આવી ગરમી,


નદી-નાળા સરવર સૂકાણા

પશુ-પંખી જ્યાં ત્યાં સંતાણા,

ત્રાહિમામ ત્રાહિમામ પોકારે લોકો 

ધોમધખંતી આજ આવી ગરમી,


ધરતી તો આગ ઓકવા લાગી

ઝાડપાનને એ બાળવા લાગી, 

કઈંક પારેવા તરફડી મરાણા

લૂ વરસાવતી આવી ગરમી 


ખાવાપીવામાં ધ્યાન બહું રાખજો,

હરવા ફરવાનું ઓછું કરી નાખજો, 

બપોરે આરામ કરવાનું રાખજો,

લ્હાય વરસાવતી આવી ગરમી.


Rate this content
Log in

Similar gujarati poem from Children