STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others

માવલડી

માવલડી

1 min
246

ભલી ભોળી મારી સોનલ માવડી,

ઘડી ઘડી આવે તારી યાદ.... માવલડી 

જગમાં તું જ છે મહાન....


નવ નવ માસ તેં પેટ વેંઢાર્યો

નવલી દુનિયા દેખાડનાર..... માવલડી

 ધન ધન ઘડી મારી આજ.... 


નાના હતાં ત્યારે સૂકે સુવાડી

પોતે ભીનામાં ભીંજાય.... માવલડી

તું જ વિના કોણ વેઠનાર.... 


રાત'દિ જોયા વિના વૈતરું કરતી મા

જશ મળે ના તને ક્યાંય...... માવલડી.... 

તું સહનશક્તિનો ભંડાર...


દેવોનેય દુર્લભ માડી તારું મુખડું.

દેવો પણ લાગે તને.


સામગ્રીને રેટ આપો
લોગિન