મારા પ્યારા પપ્પાજી
મારા પ્યારા પપ્પાજી




ભલા ભોળા મારા પ્યારા પપ્પાજી,
ઘડી ઘડી આવે મને યાદ.. પપ્પાજી,
તમે ખભે બેસાડી ફરનાર,
નાના હતા ત્યારે રાત' દિ જોયા વિણ,
અમારી માંગ પૂરી કરનાર.. પપ્પાજી,
તમે મૂંગા મોઢે સહન કરનાર,
બાળહઠ અમારી પ્રેમથી પોષીને,
લાડ લડાવી ઉછેરનાર પપ્પાજી,
તમે સાચે જ પાલનહાર, માથે ચડાવી બહું લાડ ના લડાવશો,
એવું મમ્મી રોજ કહેનાર.. પપ્પાજી,
તમે જ મ્હેણા સાંભળનાર,
ઘરમાં કોઈપણ બિમાર પડે ત્યારે,
સારવારનો ખર્ચ ભોગવનાર, પપ્પાજી,
તમે જ ઉજાગરા વેઠનાર,
પાળી-પોષી ભણાવી-ગણાવી પરણાવી ને..
જીવનકલાનો રાહ ચિંધનાર.. પપ્પાજી..
તમે જ ભલું કરનાર..
દીકરા-દીકરીને કામધંધે લગાડવા તમે,
ઓળખીતા પાસે લાગવગ કરાવનાર, પપ્પાજી,
તમે પેન્શનમાંથી લોન લેનાર..
ઘરનાં કોઈપણ બા'ર ઝઘડીને આવે ત્યારે,
વચ્ચે પડી સમાધાન કરનાર, પપ્પાજી..
તમે લોકોનું દિલ જીતનાર,
અંતવેળાએ તમારી આંતરડી ઠારીશું પપ્પા,
અમે ઘરડાઘરમાં નથી ધકેલનાર, પપ્પાજી..
તમે વહાલનું ઝરણું વહાવનાર,