STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

નારી તું નથી કોઈ પર ભારી

નારી તું નથી કોઈ પર ભારી

1 min
409

નારી રે નારી તું નથી કોઈ પર ભારી,

રણચંડી રૂપ ધારણ કરે તો તું

ભલભલાને પડતી ભારે... નારી...


તું કોઈની પત્ની કે કોઈની છે માતા,

તું કોઈની દીકરી તો કોઈની છે બે'ન,

નારીમાંથી તું બની નારાયણી. 

દેવે દીધેલ તું છે લક્ષ્મીની દેન... નારી... 


જગત જનની જગદંબાનું તું વિરાટ સ્વરૂપ,

માઁ તું છો મહાન શક્તિશાળી,

ઘરનો સંપૂર્ણ કારોબાર સંભાળીને પણ

મૂંગા મોઢે સહનશીલ તને હસતી ભાળી.... નારી... 


પિયરમાં ભાઈ -બહેન મા-બાપને સંભાળી,

સાસરિયામાં પણ સાકર જેમ ગઈ ભળી,

સફળનારીનું તું પાત્ર ભજવનારી,

મહાનતાની મૂર્તિ તને નમું લળી લળી... નારી... 


જ્ઞાન વિજ્ઞાન ને સાહિત્ય માય શિખરે તું,

આકાશે ઉડાન આજ તારી ભરી ભરી,

રાજકારણ કે સમાજ સેવામાં તું પ્રવીણ,

"મા તે મા બીજા વગડાનાં વા" મા તું સાચી ઠરી...નારી.. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational