STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

4  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

રંગીલી હોળી

રંગીલી હોળી

1 min
272

હોળી આવી, હોળી આવી, હોળી આવી રે, 

તોફાની ટાબરિયાની પેલી ટોળી આવી રે, 

હોળી આવી રે... 


કેસૂડો ને ગુલાલ ઊડાડવાની હોળી આવી રે, 

ઉર ઉમંગ સાથ રંગે રંગાવવાની હોળી આવી રે, 

હોળી આવી રે... 


ગોળ ચણા ને ખજૂર ખાવાની હોળી આવી રે,

રંગભરી પિચકારી છાંટવાની હોળી આવી રે, 

હોળી આવી રે.. 


ફાગણના ફૂલડાની મીઠી ફોરમ લાવી રે, 

આંબા ડાળે કોયલ બોલી વસંત આવી રે, 

હોળી આવી રે.... 


ભક્ત પ્રહલાદની સાચી ભક્તિની યાદ લાવી રે, 

હૈયે હૈયાના 'મિલન' કાજ હોળી આવી રે, 

હોળી આવી રે.... 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational