Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Inspirational

કુદરત તારી કરામત

કુદરત તારી કરામત

1 min
196


વાહ કુદરત તારી કરામત કેવી છે, 

ક્યાં કોઈનેય સમજાય એવી છે, 


ચંદ્ર સૂરજ ને ટમટમતા તારલા, 

આભલે કેવા ચમકાવ્યા છે, 


માનવી પશુ-પંખીને સુક્ષ્મ જીવોને, 

ધરતી પર કેવાં બનાવ્યા છે, 


ફળ-ફૂલને લીલો વનરાવન વગડો, 

ધનધાન્ય કેવાં લહેરાવ્યા છે, 


દરિયાના ખારા પાણીને આકાશે ચડાવી, 

વરસાદ રૂપે કેવાં વરસાવ્યા છે, 


નાની મોટી ખાડીઓ ને ઊંચા ઊંચા પહાડોને, 

નયનરમ્ય કેવા સજાવ્યા છે,


નદી-નાળા ને સરવરના પાણીથી,

ખેતરોમાં કેવા વહેવડાવ્યા છે,


કુદરતની કરામતના આજે ગાઈએ ગીત,

કરામત ભરેલી આ જિંદગીને કરીએ પ્રીત.


Rate this content
Log in