પરિવાર
પરિવાર
દરેક સંતાનો દીકરી કે દીકરો બધાં જ દરેક વારે તહેવારે સાથે હોય ..!
જેનાં ઘરે ખોટા રિવાજોના ટંટા ફિસાદ ના હોય...!
વહેવારોના નામે ખોટી વેવલાઈ ના હોય...!
આવો તો હૈયે હરખનાં વધામણાં હોય...!
દાંત દેખાડવાનાં અને ચાવવાના જુદા ના હોય..!
સરળતાથી જ્યાં લાગણીઓને વાચા મળતી હોય...!
દીકરી ને દીકરાની ભેદરેખા નામશેષ હોય...!
દીકરી-વહુ જ્યાં સમાનાભાવે પૂજાતી હોય...!
સુખ- દુ:ખનાં લેખાજોખામાં સહુ સરખા ભાગીદાર હોય...!
સંબંધોની તોલમાપણી રૂપિયાથી ના થતી હોય..!
પ્રેમનાં અમી કોળીયે પણ જ્યાં મીઠાશનાં ઓડકાર હોય..!
તેજીને ટકોરોને ગધેડાને ડફણાંવાળી સ્પષ્ટ સમજણ હોય..!
વડીલો હૈયે હામ રાખી સહુને જોડવાની સમજ રાખતાં હોય ...!
નવી પેઢીની નવી વાતોને પણ એટલો જ સહજ આવકાર હોય...!
આટલી વાતો જ્યાં સહજ રીતે જીવાતી હોય..!
અને છેલ્લે,
આબાલ-વૃધ્ધ સહુ સાથે હસી શકે એ જ સાચો પરિવાર બાકી બધા ગમખ્વાર ..!
