વિવાહ
વિવાહ
વાત પરિચયની પરિણયમાં પરિણમી,
લો, બોલો હવે !
સહેજ સરખી હામીએ પાંપણ ઢળી
ગઈ,
લો, બોલો હવે !
હુંકારની ભાષા સજોડે હકારમાં ફેરવાઈ ગઈ,
લો, બોલો હવે !
પરિણયના પરિણામે હું માંથી થઈ ગયાં અમે, લો, બોલો હવે !
જિંદગીના પરિમાણના આખેઆખા આયામો
બદલાઈ ગયા,
લો, બોલો હવે !
ધોધમાર વરસાદમાં ય ભિંજાતા'તા એકલા,
હવે સહેજ વાછટે ય નિતર્યા અમે,
લો, બોલો હવે !
ઝઘડાની પતાવટમાં નહીં નફા, નહીં નુકશાનને વર્યા અમે,
લો, બોલો હવે !
નાહકની ખેંચમતાણીને
છોડી એકમેકના સૂરમાં સૂર પૂરાવતા થયા અમે,
લો, બોલો હવે !
સાદનું સ્થાન હવે,
'એ સાંભળો છો' એ લીધું,
લો, બોલો હવે !
પરિણયના પરીણામે એકમાંથી અનેકમાં વિસ્તર્યા અમે,
લો, બોલો હવે !
સપ્તપદિના એકેએક પગલે સંગસંગ
ક્ષિતિજ સુધી
જઈશું અમે,
આશીર્વાદ આપશો હવે !
