હજુ લો લીંબુ
હજુ લો લીંબુ
થયું ને મો ખાટું હજુ લો લીંબુ
મારે અડધી ચીરી તારે ભાગે કેટલું
હજુ લો લીંબુ,
આયખું આખું ભેગી કરી કસ્તુરી
જવા ટાણે જીવ કહે હાય લીંબુ
હજુ લો લીંબુ,
શામ, દામ, દંડ, ભેદ બધું એક બાજુ
દુશ્મનની ઘરે શરબતમાં જો લીંબુ
હજુ લો લીંબુ,
ધર્મ, અર્થ, કામ, મોક્ષ નથી શક્ય
જ્યાં પામ્યો ના હું જરીક લીંબુ
હજુ લો લીંબુ,
નાખો દાળમાં કે સલાડમાં મનફાવે એમ
જિંદગી ચાર દા'ડા બસ કહે લીંબુ
હજુ લો લીંબુ,
લારીવાળો મૂછમાં હસતો દસમાં એક
ફ્રી ફ્રી માં કેટલાં ઉઠાવ્યા હવે લઈ જો લીંબુ
હજુ લો લીંબુ,
દ્રાક્ષ ખાટી હોય એમ લીંબુ ય ખાટું
ચતુર શિયાળ બની કહી દે ના લીંબુ
હજુ લો લીંબુ.