આજે રસી લીધી છે
આજે રસી લીધી છે
ખબર તો પૂછો અલા આજે રસી લીધી છે,
હાથ ના થાય ઊંચો આજે રસી લીધી છે,
તાવ તરિયાના સમુંદર મસ મોટા છે,
હું તો ડૂબ્યો અલા આજે રસી લીધી છે,
હાથ પગનું આજે કઈ કામ નથી લાગતું
હું તો બસ સૂતો અલા આજે રસી લીધી છે,
માથામાં ચક્કર ભમ્મર ફરતી કવિતા
કોઈને દાદ નહીં સોરી આજે રસી લીધો છે,
મંથ એન્ડ અને ટાર્ગેટના ચક્કર બક્કર
ધાર્યું ધણીનું થાય આજે રસી લીધી છે,
તાવ એકસો બે અને કમરમાં દર્દ
ડોલો લઈ સૂતો કારણ આજે રસી લીધી છે.
