STORYMIRROR

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others Children

3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Abstract Others Children

અમે તેની મેની નાના નાના

અમે તેની મેની નાના નાના

1 min
240

અમે તેની મેની નાના નાના

ખોબે સૂરજ ખોબે તારા

ખોબે ચાંદા ખોબે મારા

અમે તેની મેની નાના નાના,


ખોબે મમ્મી ખોબે પપ્પા

ખોબે કાકા ખોબે મામા

અમે તેની મેની નાના નાના,


ખોબે ફૂલડાં ખોબે પતંગિયા

ખોબે ચકલી ખોબે કબૂતરા

અમે તેની મેની નાના નાના,


અમારા નાના ખોબા ખૂબ ભરેલા

ખોબે નદીઓ ખોબે સાગર

ખોબે ઝરણાં ખોબે વન વગડા

અમે તેની મેની નાના નાના,


હસતા હસતા લડતા ઝગડતા

નાની ચોકલેટમાં ડાહ્યા ડમરા

અમે ટેની મેની નાના નાના,


અમારા તો લીમડે ઝૂલા

ઢાળે લસરના ધૂળમાં આળોટતા

અમે તેની મેની નાના નાના,


હસતાં હસતાં નાક લૂછતાં

મોટા અમને વા'લ બહુ કરતા

અમે તેની મેની નાના નાના,


અમારી મુઠ્ઠીમાં દોસ્તારો

ઘરઘત્તામાં ખાવા બનાવો

અમને વાર્તા બહુ ગમતી

બા દાદાની કંપની મનગમતી

અમે તેની મેની નાના નાના.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract