હોતા નથી
હોતા નથી
વહી જતાં આંસુને લૂછનારાં, બહુ હોતા નથી,
લૂછે જો કોઈ, તો અચુક, એ ખુદા હોતા નથી !
કેટલાંયે શબ્દો રમે છે, હૃદયનાં પેટાળમાં,
હૈયે હોય એ બધાં, હોઠે આવતાં હોતા નથી !
છૂટ છે લાગણીઓને, કાયમ અવરજવર માટે,
દિલનાં ઓરડે કદી, મજબૂત તાળાં હોતા નથી !
કોઈ જઈને પૂછે અમસ્તું, ઘાયલ હૃદયને,
દિલ પર કદી, જખ્મોનાં, હિસાબ હોતા નથી !
કુરબાન થઈ જાય છે દિલ, એક ઈશારા પર,
હૃદય પર, 'ચાહત'ના, પંચનામા હોતા નથી !