Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Neha Desai

Others

4  

Neha Desai

Others

જાય છે

જાય છે

1 min
364


અવ્યક્ત લાગણીઓ દિલમાં, બોજ બની જાય છે,

ન કહેવાનાં કહેણ, સંબંધ બરબાદ કરી જાય છે !


ન સમય ક્યારેય રોકાય છે, ન ઘૂઘવતાં મોજાં,

દિવસો આમ વરસો બની, જિંદગી વહી જાય છે !


રંગ બદલે છે માણસ, પોતાનો સ્વાર્થ સાધવા, 

કાચીંડાનાં અસ્તિત્વ પર, સવાલ ઊભો થઈ જાય છે !


અભિમાન રહે છે કાયમ, પોતાની શક્તિ પર,

દરેક રાવણને કાયમ, કોઈ રામ મળી જાય છે !


 સાચી લાગણી જીવન, સાર્થક કરી જાય છે,

 અધુરી “ચાહત” ક્યારેક રાધા બની, અમર થઈ જાય છે !


Rate this content
Log in