બાળપણ ! તું હજુ, મારામાં અકબંધ છું
બાળપણ ! તું હજુ, મારામાં અકબંધ છું
જિંદગીની ભાગદોડમાં, ભલે પ્રવૃત્ત છું,
પણ, જિંદગીનો અવિસ્મરણીય હિસ્સો બની, જીવંત છું !
બાળપણ ! તું હજુ, મારામાં અકબંધ છું ! !
રૂપિયાની નોટો પાછળ, ભલે પાગલ છું,
પણ, ખિસ્સામાં રહેલાં પરચૂરણમાં, યથાવત્ છું !
બાળપણ ! તું હજુ, મારામાં અકબંધ છું !
કદી અશ્રુ બની વહું છું, માયુસ છું,
પણ, વરસાદનાં પાણીમાં, છબછબિયાં કરવા આતુર છું !
બાળપણ ! તું હજુ, મારામાં અકબંધ છું !
માણસોની ભીડમાં, ખોવાયો છું,
પણ, મિત્રોની ટોળીની, હું શાન છું !
બાળ
પણ ! તું હજુ, મારામાં અકબંધ છું !
જિંદગીની સફરમાં, માર્ગ ભૂલ્યો છું,
પણ, બાળપણનાં કિસ્સાઓમાં, મને મળ્યો છું !
બાળપણ ! તું હજુ, મારામાં અકબંધ છું !
વૃદ્ધત્વની ડગર પર, લાકડીનાં ટેકે ઊભો છું,
પણ, બાળપણની રમતમાં, હજુ એક્કો છું !
બાળપણ ! તું હજુ, મારામાં અકબંધ છું !
બસ એકવાર મળી લે 'ચાહત'થી, હવે વિનવું છું,
જીવાડી દે, એ ભવ્ય ભૂતકાળ, હવે છેડે છું !
પણ, કાગળની હોડીને તરાવવાં હજુ સમર્થ છું !
બાળપણ ! તું હજુ, મારામાં અકબંધ છું !