STORYMIRROR

Neha Desai

Others

4  

Neha Desai

Others

શબ્દો

શબ્દો

1 min
259


થોડામાં ઘણું બધું, કહી જાય છે શબ્દો,

મનનાં ભાવ, વ્યક્ત કરી જાય છે શબ્દો !


હૃદયનાં વિવિધ, આવરણ ઉતારીને,

વણકહી કથા, કાયમ કહી જાય છે શબ્દો !


અવનવાં સંબંધોની, અજબ દુનિયામાં,

બોલવાની લઢણથી, પરખાય છે શબ્દો !


ના કરી શકીએ ભલે, ભલું આખાં જગનું,

આશ્વાસનનાં બે શબ્દોથી, મપાય છે શબ્દો !


કહી ના શકીએ જો, પ્રણયની લાગણીને,

આંખોથી, “ચાહત” કહી જાય છે શબ્દો !


Rate this content
Log in