Kathak Modi

Others Abstract Inspirational

4.5  

Kathak Modi

Others Abstract Inspirational

મમ્મી મને મનગમતી !

મમ્મી મને મનગમતી !

1 min
21.2K


મમ્મી!
આજે મને સપનું આવ્યું,
અને સપનામાં આવ્યા ભગવાનજી,
ભગવાનજીએ કહયું,
“ત્રણ મનગમતી વસ્તુઓ માંગ.”
હોંશભેર મેં માંગ્યું_
“દરિયો, આકાશ અને ભૂરો રંગ!’
ને,
ભગવાનજીએ મારા હાથમાં મૂકી એક છબી;
અને, કહયું_
“ખૂબ કિંમતી છે આ...
”અચરજ સાથે_ મારી આંખો થઈ ગઈ મોટી...
અને... વાંચ્યો ભગવાનજીએ_
એક પ્રશ્ન... નિર્દોષ પ્રશ્ન...
વિસ્મીત થયેલ મારી આંખોમાં.
અને, ભગવાનજીએ આપ્યો સહજતાથી તેનો ઉત્તર…મને સમજાવ્યું_
“દરિયાની સહનશીલતા....
આકાશની વિશાળતા....
અને,
ભૂરા રંગની ઊંડાઈ...
બધું જ આમા સમાયું છે...”
ગૂંચવાયેલી....અકળાયેલી....અટવાયેલી હું,
સમજી ગઈ બધું જ...
કારણ...
એ છબી હતી તારી_ ‘મમ્મી’!
એટલે જ....
મને તું ખૂબ ગમે છે...
ખૂબ જ.... ગમે છે.... 


Rate this content
Log in