એટલે ખટકું છું
એટલે ખટકું છું

1 min

13K
જેવો છું એ લાગું છું, એટલે ખટકું છું,
સીધા રસ્તે ચાલું છું, એટલે ખટકું છું.
સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા,
ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું.
તારી-મારી, આઘીપાછી નહીં કરવાની,
નિજ મસ્તીમાં મ્હાલું છું, એટલે ખટકું છું.
આંખોમાં આંખો રાખી, વાત કરવી મારે,
ના કૈં ચોરી રાખું છું, એટલે ખટકું છું.
કટકી-બટકી, ટેબલ નીચે, નહીં ચાલે હોં,
મ્હોં પર કે’તો આવું છું, એટલે ખટકું છું.