STORYMIRROR

Dinesh Desai

Romance

2  

Dinesh Desai

Romance

ગઝલ

ગઝલ

1 min
13.9K


ફૂલો બનીને હું કદી, છળ નહીં કરું.

કાંટા છુપાવી હાથમાં, બળ નહીં કરું.

 

ને પીઠ પાછળ વાર, તું મળ; નહીં કરું.

સામી જ છાતીએ કરું, કળ નહીં કરું.

 

શૃંગારની રુપમાં કદી ભેળસેળ નહિ,

મ્હોરાં પહેરીને કદી, છળ નહીં કરું.

 

ખુદ હું જ છું સૂરજ, ઉછીનું કશું નથી,

અફવા હતી કે આમ ઝળહળ નહીં કરું.

 

ને દાવ પર લાગી ભલે જિંદગી હવે,

બાજી સમેટી લઈશ હું, પળ નહીં કરું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance