Vaishali Mehta

Abstract Inspirational

4.7  

Vaishali Mehta

Abstract Inspirational

આસ્થા

આસ્થા

1 min
450


ચોક્કસ આસ્થા તમે રાખી શકો;

શરત એટલી કે, 

માપ્યા વગર જો એકમેકને પામી શકો !


બાકી તો, માણસો મળશે હજાર,

હા ! એવું ય બને

માણસ એક ને મહોરા હજાર ! 

જો હીરા પારખુની નજર જેમ પારખી શકો,


હાથમાં હાથ આપનારા પામી શકો;

શરત એટલી કે,

હાથતાળી આપનારાથી અંતર જો રાખી શકો,


બાકી તો, સુખમાં ઉમટે ટોળા અપાર,

હા ! પણ જો પડે ભીડ,

ને ભાંગીને થઈ જાવ લાચાર !

સાથ આપનારા; આંગળીના વેઢે માપી શકો ! 


આંખો મીંચીને, છાતી ઠોકીને શ્રદ્ધા રાખી શકો;

શરત એટલી કે,

મા, જગદંબા કે ઈશ્વરી તત્વ એમાં પિછાણી શકો !


બાકી તો, ત્રિપુંડધારી ને ભગવાધારી મળશે હજાર,

હા ! એવું ય બને,

અંધશ્રદ્ધાના વંટોળ ઘેરે અપાર ! 

અડગ હશે જો શ્રદ્ધા; ખરા માર્ગે જાતને વાળી શકો ! 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract