Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vaishali Mehta

Others

4  

Vaishali Mehta

Others

ઈશ્વરની લીલા

ઈશ્વરની લીલા

1 min
588


અહો ! સૌન્દર્ય ધરા તણું,

ઈશ્વર તારી લીલાનાં વખાણ શું કરું ?


ક્યારેક વરસે તું અનરાધાર,

ને ક્યારેક બુંદ બુંદ તરસું,


તાત જગતનો કે તણખલું અમથું,

સઘળાનો આધાર માત્ર એક તું,


ફરફર, છાંટા, ફોરા, મોલ ને મુશળધાર;

વિવિધ નવલાં રૂપ ધરે તું,


ક્યારેક પાણ, ઢેફાભાંગ કે નેવાંધાર;

તો ક્યાંક પછેડી વા કે હેલી તું,


બારે મેઘ થાય ખાંગા ક્યારેક;

પણ ખમૈયા કરજે તું,


લીલો-સૂકો દુકાળ ન પડે ક્યારેય;

અમી છાંટણા થકી આશિષ સદા બક્ષજે તું.


Rate this content
Log in