નિજાનંદ
નિજાનંદ
નિજાનંદની વાત છે,
આપણે સદા નિરાંત છે,
નાનાં અમથાં પુષ્પમાં-ય,
ઈશ્વર સમીપ હોવાનો અહેસાસ છે !
સાનિધ્ય સદા ઈશનું,
અહીં પંચાતને ક્યાં સ્થાન છે ?
વંટોળ આવે ને જાય જીવનમાં,
એ થકી તો ચેતનવંતી આ જાત છે !
મીંચી દઈને આંખો,
અંત:ચક્ષુ ખોલ્યાની વાત છે,
આતમ ટાઢો ટોરીને,
ખખડાવી આ જાત છે !
પ્રાર્થુ પ્રભુ; કરું કાર્ય ઉજળા
આ કર્મ થકી જાત હયાત છે !