Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Vaishali Mehta

Inspirational Others

3  

Vaishali Mehta

Inspirational Others

ચોપાટ

ચોપાટ

1 min
243


રાતાં, પીળાં લીલાં ને કાળાં,

સોગઠાં જુઓ કેવાં રૂપાળાં !


ચોપાટ ઊપર ચઢવા ખાતર,

થનગની રહ્યાં નખરાળાં, 


પાસાં પડે તો ચઢાય ચોપાટે, 

પઘડું મળે તો ફરાય પટમાં,


મરે ને મારે એકમેકનાં,

ચોપાટ જાણે ફેરવાઈ જંગમાં ! 


તોડ પછી જ સોગઠી બિરાજે ધામે,

ભોગવી કર્મ જ જવાય સ્વધામે,


ગાડું એમાં પાછું ઊંધુ ચાલે ! 

વગર વાંકે સૌને ઊડાડે ! 


ગાંડા ને કાંઈ હોય કોઈ ગામ ? 

તોડ કરો તો જ સિધાવે સ્વધામ !


કર કરે જો કર્મ સારાં,

પાસાં સઘળાં સવળાં તમારાં,


ખોટાં કર્મને પાસા અવળા,

સોગઠી મરે પળભરમાં ! 


ચોપાટનેય મૂળ ચોર્યાસી ખાના,

ને ફૂલડાં બાર ભૌતિક સુખનાં ખજાના !


સંસાર સઘળો રમી રહ્યો ચોપાટે ! 

બાજી તો ખરી હરિનાં હાથે,


હસીને હારીએ, જીતીને મ્હાલીએ,

છીએ સૌ નિમિત્ત માત્ર એ જાણીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational