STORYMIRROR

Vaishali Mehta

Tragedy Inspirational

4.5  

Vaishali Mehta

Tragedy Inspirational

વર્ષ ૨૦૨૦, જગ આખાથી ઉઠી ટીસ !

વર્ષ ૨૦૨૦, જગ આખાથી ઉઠી ટીસ !

1 min
175


કેટલા ઉમળકાભેર આવકાર્યુ'તુ ૨૦૨૦,

વર્ષાન્તે તો જગ આખાથી ઉઠી ટીસ!

રહ્યાં અનુભવો અચરજ પમાડતા;

બેરોજગારી, મંદી ને કેવી આર્થિક ભીંસ !


કોરોનાએ એવો વર્તાવ્યો કેર કાળો,

લોકડાઉનની પણ; ચાલી લાંબી સિરીઝ,

ટ્રેન, હવાઈ ને મેટ્રો સેવા પણ બંધ,

એક-મેકને મળવાની અધૂરી રહી ખ્વાહિશ ! 


ન જડે કોઈ દવા કે ન કોઈ ઉકેલમાળો,

કુદરત સામે વિજ્ઞાને ઝૂકાવવું પડ્યું શિશ ! 

સત્તાધીશો ને ધનકુબેર સૌનો નિકળ્યો વારો, 

હા ! માનવતાએ ઝઝૂમવાની કરી પુરી કોશિશ, 


રીતરિવાજોમાંય થયા ધરખમ ફેરફારો,

ચડસાચડસીની લ્હાયમાં;

ઓ મનવા, હજી કેટલો બળીશ! 

હરિઈચ્છા વિના ન હાલે પાંદડું અહીં,

હવે તો ખા પોરો મનવા, સમયને હંફાવીશ !


છૂટ્ટા હાથે વેરી છે ઈશ્વરે જે બક્ષિશ,

એની કદર કરવી જ રહી; મળી સારી શીખ,

વધાવી લે હવે તું પ્રેમથી વર્ષ ૨૦૨૧ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy