Vaishali Mehta

Abstract Fantasy

3  

Vaishali Mehta

Abstract Fantasy

વિચારોનાં વમળમાં

વિચારોનાં વમળમાં

1 min
187


નિરાંતની પળોમાં, 

ઘેઘૂર વડલાની છાંયમાં 

સરરરરર.. વાયરો વા'યો

ઝપકી આવી પળભરમાં,


ને પછી... 

વિચારોના વમળમાં 

જઈ પડ્યો હું કમળમાં ! 


કોમળ એની પાંખડીએ 

ઝાલી લીધો મને બથમાં !

ચારેકોર પ્રસરાતી પાંખડીઓ 

મોહક એની સુગંધ 

જેણે કિધો મને વશમાં, 


ભ્રમર ગુંજન કરતો આવી ચઢ્યો

એકાએક આ પટમાં,

સોય જાણે એણે ભોંકી 

કોમળ પુષ્પના અંગમાં,


પ્રેમથી રસ આપી દીધો 

એણે ભ્રમરનાં મુખમાં ! 

આનંદિત હતાં બેય

ન ખેદ કોઈના દિલમાં ! 


સોય આ જાણે 

મને વાગી મસ્તિષ્કમાં,

ખૂબ થયો ખેદ મુજને

અટવાયો હું વમળમાં, 


મુક આ પુષ્પ ને મુક છે ભ્રમર

સદાય ડૂબોડૂબ

નિઃસ્વાર્થ લાગણી ને પ્રેમમાં ! 


રહેવાયું નહીં મુજથી

પૂછી લીધું પુષ્પનાં કાનમાં ! 


કેમ કરી અર્પયા રસ ને સુગંધ 

સોય ભોંકી તો'ય

એણે તારા અંગમાં ?


મલકાઈ કહે પુષ્પ,

"હું તો કરમાઈ જઈશ

આજ-કાલમાં !


આનંદ અતિ એટલે કે, 

સુગંધ મારી પ્રસરાતી રહેશે

ભ્રમર છે જ્યાં સુધી સંગમાં ! 


ભલેને થોડું સહેવું પડ્યું

એના અમથા ડંખમાં !" 


આંખો મારી ઊઘડી ગઈ 

ઝબકીને જ્યાં જોયું

કમળ તો હતું સ્વપ્નમાં !


વમળ ને કમળ

બંનેને ભિડ્યા બાથમાં,

નિરાંતની પળોમાં

ઘેઘૂર વડલાની છાંયમાં,


આભાર માન્યો એમનો

શીખ એક વધૂ મળી 

મને જીવનનાં પાઠમાં ! 


Rate this content
Log in

Similar gujarati poem from Abstract