Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vaishali Mehta

Abstract Inspirational

3  

Vaishali Mehta

Abstract Inspirational

ચોક્કસ આસ્થા તમે રાખી શકો

ચોક્કસ આસ્થા તમે રાખી શકો

1 min
311


ચોક્કસ આસ્થા તમે રાખી શકો,

શરત એટલી કે,

માપ્યા વગર જો એકમેકને પામી શકો !


બાકી તો માણસો મળશે હજાર

હા ! એવું ય બંને કે માણસ એક ને મહોરાં હજાર !

હિરા પારખુંની નજર જેમ પારખી શકો,


હાથમાં હાથ આપનારા પામી શકો,

શરત એટલી કે,

હાથતાળી આપનારાથી અંતર જો રાખી શકો !


બાકી તો સુખમાં ઊમટે ટોળા અપાર,

હા ! પણ જો પડે ભીડ, ને ભાંગીને થઈ જાવ લાચાર,

સાથ આપનારા આંગળીને વેઢે માપી શકો !


આંખો મીંચીને છાતી ઠોકીને શ્રદ્ધા રાખી શકો,

શરત એટલી કે,

મા, જગદંબા કે ઈશ્વરી તત્વ તેમાં પિછાણી શકો !


બાકી તો ત્રિપુંડધારી ને ભગવાધારી મળશે હજાર

હા ! એવું ય બંને કે, અંધશ્રદ્ધાના વંટોળ ઘેરે અપાર,

અડગ હશે જો શ્રદ્ધા; ખરા માર્ગે જાતને વાળી શકો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract