Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Author Sukavya

Abstract Children Inspirational

2.3  

Author Sukavya

Abstract Children Inspirational

બાળઉછેરની યાદ દાદાજી

બાળઉછેરની યાદ દાદાજી

1 min
14.1K


વ્હાલ વરસાવતું એકાદ સગપણ મળી આવે,

લીમડાનાં વૃક્ષમાં ક્યાંક ઘડપણ મળી આવે,

ચીંથરેહાલ નોટનો શું ભરોશો? ફાટી પણ જાય,

પરચુરણને પ્રેમ કરતું એ બચપણ મળી આવે,

તમને જોવું ને એ બચપણ યાદ આવે…


નાનપણમાં લાગેલી ઠોકરનાં માર પર

મારેલી એ હળવી ફૂંક યાદ આવે,

મરી ગ​ઈ કિડી ને મટી જશે તરત એ -

નાનપણની જૂઠકડી યાદ તરી આવે,

તમને જોવું ને એ બચપણ યાદ આવે…


માનો આપ્યો વ્હાલ, પિતાનું આપ્યું નામ,

એવું એક દિલનું સગપણ મળી આવે,

મીઠી મારી ભાવતી એ હરીયાળી વરીયાળી યાદ આવે -

તમને જોવું ને એ બચપણ યાદ આવે…


સૂરજને સંતાડી પટપટાવતી,

એ પાંપણ મળી આવે,

તેમ ટચલી આંગળી પકડીને ચાલતાં

શિખ​વેલું એક દર્પણ મળી આવે,

તમને જોવું ને એ બચપણ યાદ આવે…


રાત-દિવસ જે છેતરી ગઈ એવી

ભીતરની ભીંત યાદ આવે,

બચપણની યાદોને તાજી કરતું

તમારા મુખ પર એક હાસ્ય છલકઈ આવે,

તમને જોવું ને એ બચપણ યાદ આવે…


રમૂજ, મિજાજી અને સલાહથી ભરપુર,

એવી વાતો યાદ આવે,

આજે પણ ફરી નાનપણ ને -

ન​વેસરથી જીવ​વાની એ છટા યાદ આવે,

તમને જોવું ને એ બચપણ યાદ આવે…


તૈયારી કરી છે ખુલ્લા દિલે, વ્યાજ ચૂકવ​વાની;

બાધી મુદતની જો એકાદ થાપણ મળી આવે,

તમને જોવું ને એ બચપણ યાદ આવે…


Rate this content
Log in