શમી જઈશું..
શમી જઈશું..
1 min
435
જિંદગી આ મળી જ છે તો જીવી જઈશું,
બનશું મોટા માણસ, નહિં તો કવિ થઈશું ..
ન મળે વાચક ન મળે પ્રશંસા તોય ચાલશે,
ન ગમ્યા કોઈને પણ ખુદને તો ગમી જઈશું,
સર ઉઠાવીને ચાલવાની આદત છે અમને,
પણ સત્ય સનાતનની પાસે નમી જઈશું,
રમત રમાડે કુદરત કે કહો એ ઉપરવાળો,
બાજી દિલોજાનથી અમે રમી જઈશું,
બે ભાગમાં વહેંચાયેલી છે જિંદગી 'સ્તબ્ધ'
કદી એ મને જીવે કદી અમે જીવી જઈશું,...
ને આખરી અંજામ પણ અજાણ્યો નથી,
આગ બની સળગશું ને રાખ બની શમી જઈશું.