Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kaushal Sheth

Abstract Others

3  

Kaushal Sheth

Abstract Others

જંગ છે

જંગ છે

1 min
226


આવવા દે આવતું જે, જિંદગી તો જંગ છે,

પામવું ગુમાવવું બંને જ એના અંગ છે,


ધારણાં બાંધીને આફતો વિશે શો ફાયદો ?

એને વળી કેવો ધડો એને કોઈ ક્યાં ઢંગ છે !


સુખ અને દુ:ખ નામની ઘટનાઓની આ વાતમાં,

છે સમય હળવો કદી, ક્યારેક તો એ તંગ છે,


લ્યો પતાવો કામ ત્યારે હાથમાં જે છે હવે,

જે વિચારે છે વધારે, એ બધાયે દંગ છે,


હા વિવાદો નોતરે છે, તું લખે છે એ બધું,

પણ ગઝલનો 'સ્તબ્ધ'ની, એ જ સાચો રંગ છે.


Rate this content
Log in