STORYMIRROR

Kaushal Sheth

Abstract Others

4  

Kaushal Sheth

Abstract Others

તમાશો એમ ચાલે છે

તમાશો એમ ચાલે છે

1 min
267

અભિનયના બધા એક્કા, નાટક ખૂબ જાણે છે,

તાળીઓના ગડગડાટે, તમાશો એમ ચાલે છે,

  

ઘડી પડદો ઉપાડે છે, ઘડીમાં એજ પાડે છે,

બદલતી વેશભૂષાએ, તમાશો એમ ચાલે છે,


કોઈ ભૂલે છે સંવાદો, ને કોઈ પાત્ર ભૂલે છે,

બદલતી પાર્શ્વભૂમિમાં, તમાશો એમ ચાલે છે,


કલાકારો આ તખ્તાના, કલાકારી બતાવે છે,

નથી દેખાતો નિર્દેશક, તમાશો એમ ચાલે છે,


અને જો "સ્તબ્ધ" દુનિયામાં કશું નક્કી નથી હોતું,

કશા ધારાધોરણ વિના, તમાશો એમ ચાલે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract