STORYMIRROR

Kaushal Sheth

Abstract

3  

Kaushal Sheth

Abstract

જેવો હતો

જેવો હતો

1 min
173

જેવો હતો એવો બધે ચર્ચાઈ ગયો છું,

લાગે છે કે પૂરેપૂરો ખર્ચાઈ ગયો છું,


કયારનો ખેંચુ છું સમાધાન હું બધે,

કે હદથી પણ વધારે ખેંચાઈ ગયો છું,


રોજ કરું શાંત વિચારોને યત્નથી,

ને રોજ ફરીથી હું ડહોળાઈ ગયો છું,


ચીસ મારી એટલી મોટી પડી હતી,

કે બહેરાઓને પણ હું સંભળાઈ ગયો છું,


જોઈને બેકાર આ દુનિયાની અવદશા,

‘સ્તબ્ધ’ ખૂલ્લી આંખે વીંચાઈ ગયો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract