Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

4.7  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational

છે ભરોસો

છે ભરોસો

1 min
481


છે ભરોસો મને કાબેલિયત પર, સજાઓ તૈયાર રાખો,

અહમને જ પોષવા તમારા, મુજ ખામીઓ તૈયાર રાખો !


ઈશ્વરે જ ગોઠવ્યા છે સૌને અહીં કર્મ કાજે પણ ઈષ્ટના,

હવે, ખોટો પાડવા એ પ્રભુને તમારી મગરૂરી તૈયાર રાખો !


જવલ્લે જ જોવા મળે એવી પરાકાષ્ઠા આ કુટિલતાની,

માનવ થઈ નિજ જાત ને જ ડારવાને, ભય તૈયાર રાખો !


વગર માંગ્યે નવ પીરસતી અહીં ખુદની જ માત જમણમાં,

એ ગુનાઓ જે કર્યા નથી, વણમાંગ્યે પીરસવા તૈયાર રાખો !


છે અંદાજ ઘણા અલગ ને ચશ્માં તમારી મનસુફીઓના,

જે ચાહશો એ જ જોશો હવે રંગના એ કાચ પણ રાખો !


અદાલતો રચી બેઠા હૃદયે ન્યાય તોળવા અન્યના કર્મનો,

ચુકાદાઓ આપવા હવે, ખામી ભર્યા કાટલાં તૈયાર રાખો !


હિસાબ સૌનો જ થાય છે નથી કોઈ છટક બારીઓ અહીં,

ભૂંસાશે નહીં આ ચાલાકીઓ, ભલે રબર કોઈ તૈયાર રાખો !


રચયિતા એક જ છે, ભલે ખુદ ને જ ગણી બેઠા સર્જનહાર,

હવે પડકારવા એ પરમ ને, જરા તલવાર તમારી તૈયાર રાખો !


થશે ન્યાય જ્યારે, ગણાશે એક એક ડગલાં તમ વેશનાં,

નહીં ચાલે પછી કોઈ કિરદાર, ભલે સંવાદ ઘણા તૈયાર રાખો !


છે ભરોસો મને કાબેલિયત પર, સજાઓ તૈયાર રાખો.,

અહમને જ પોષવા તમારા, મુજ ખામીઓ તૈયાર રાખો !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract