Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Romance

હા, કશુંક આજ ખૂટે છે

હા, કશુંક આજ ખૂટે છે

2 mins
370


હા, કશુંક આજ ખૂટે છે,

તું નથી એ ખ્યાલ રહી રહીને ઊઠે છે,

આમ તો, એ તરંગો હજુયે આ હવામાં છે જ,

તેમ છતાં આ ખાલીપાથી હૃદય ધબકવું ક્યાંક તો ચૂકે છે,

હા, કશુંક આજ ખૂટે છે,


રણકાર એ મજાનો ક્યાં છે ?

રહી રહીને એ સવાલ આ મનમાં ઊઠે છે,

અધર મદભર્યા આજે નથી મલકતા સનમુખ મારી,

છતાં જાણે એ ટહુકો સાંભળી તરંગ મનમાં સહસા ઊઠે છે,

હા, કશુંક આજ ખૂટે છે,


એ સુગંધ આજે ફેલાતી નથી,

આસપાસમાં ય ક્યાંય અણસાર એનો નથી,

મદહોશ કરતી લહેરખી આમ તો મને વીંટળાઈ વહેતી,

આજે નથી છતાં એ અહેસાસના સ્પંદનો મનમાં છૂટે છે,

હા, કશુંક આજ ખૂટે છે,


ચમકતી એ કીકીઓ ક્યાં ?

મને ય જોતી ને નિરખતી રહેતી ચારેકોર પણ,

અટકતી ક્વચિત મુજ પર તીવ્ર ખેંચાણ થકી એમ જ,

હવે, મારી ય આંખોએ નીરખવું આજ શું ? અહીં એ ખૂટે છે,

હા, કશુંક આજ ખૂટે છે,


એ ધબકાર સંભળાતો નથી,

લાગતું કે ધબકે છે ફકત મુજ હૃદય રાગે એ,

સન્મુખ થતાં બેવડાતી એ ધડકનોને શમાવવા મથતી,

એ લાગણીની કોર ભીની સ્પર્શતાં તારી યાદ મનમાં ઊઠે છે,

હા, કશુંક આજ ખૂટે છે,


જાણી ને અજાણી બને છે,

અને, ક્યારેક લાગે કે જાણે મનમાની જ કરે છે,

જિદ્દીપણું જતાવી કોઈ ખાસ હકથી મારા તરફ ફરતી,

હવે, એ હક તે મેળવી લીધો જ જાણે ! તો પછી કેમ રૂઠે છે ?

હા, કશુંક આજ ખૂટે છે,


હા, કશુંક આજ ખૂટે છે,

તું નથી એ ખ્યાલ રહી રહીને ઊઠે છે,

આમ તો, એ તરંગો હજુયે આ હવામાં છે જ,

તેમ છતાં આ ખાલીપાથી હૃદય ધબકવું ક્યાંક તો ચૂકે છે,

હા, કશુંક આજ ખૂટે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance