ફૂલ
ફૂલ


ખીલે વૃક્ષે, શબનમ તળે, ફૂલ તાજાં સવારે
રૂપે શાને, કુસુમ નમણાં, કોમળે દીલ ભર્યાં,
ઠંડી રાતે, શિતલ પવને, ધ્રૂજવાનું લગીરે
આવે વેગે, વન વન ભમી, સોડમે નાસિકામાં,
મ્હોરે ગ્રીષ્મે, સુમન શમણાં, દેખતાં નાઝ રોજે
બાંધી આશા, અવસર હવે, ખીલવાનો અમારે,
હેલી ટાણે, જળ વરસતાં, પાંખડી ભીંજવાતી
નીરે નાહી, ધવલ કલિકા, નીતરે આંસુધારે,
ભર્યે તાપે, શયન કરતાં, પુષ્પશીર્ષ બપોરે
જાગી રોંઢે, જપ તપ કરી, વાટ જોતાં ફરીને,
સંધ્યા રંગે, ક્ષિતિજ અમને, જોઈ તેજે લપાતી
એકાંતે હું, મધુર સપનાં, દેખતાં સેવુ તાજાં,
ખીલે વૃક્ષે, શબનમ તળે, ફૂલ તાજાં સવારે
ડાળે ડાળે, રસિક ભમરાં, ચૂસતાં ફૂલ શાને.