અજંપો
અજંપો
1 min
218
બધું સુખ છે છતાંપણ કેમ જીવનમાં અજંપો છે,
જરા મસ્તિષ્કમાં છે ને જરા મનમાં અજંપો છે,
ફક્ત ભય છે નથી શ્રદ્ધા, બધે દેખાય મંદિરે,
ડરેલા છે બધા ભક્તો, ને દર્શનમાં અજંપો છે,
મચી રહ્યું છે આ તોફાન દુનિયામાં હવે સઘળે ,
હતો પહેલાં એ શહેરોમાં, હવે વનમાં અજંપો છે,
નથી એ આભ ફાટ્યું કે નથી થઈ ગઈ અનાવૃષ્ટિ,
સળગતી જોઈને ધરા, એ ગગનમાં અજંપો છે,
‘સ્તબ્ધ’ તું એકલો શાને કરે ચિંતા જમાનાની ?
જગતના હાલ આ જોતાં, જો ચમનમાં અજંપો છે.
