રહું છું
રહું છું
1 min
372
ચહલમાં રહું છું, પહલમાં રહું છું,
અને શાંત જળના કમલમાં રહું છું,
અવસ્થા આ મારી બની કોયડો છે,
હું છું ભાનમાં પણ અમલમાં રહું છું,
મોટી ઈમારતમાં નાની જગામાં,
હું શબ્દોની સાથે ગઝલમાં રહું છું,
પ્રવાસી છું નીકળ્યો અનંતે જવાને,
સદાયે હું લાંબી મજલમાં રહું છું,
ખેલમાં શતરંજના હું પ્યાદો બનીને,
આ કુદરતની સાથે રમલમાં રહું છું,
બની "સ્તબ્ધ" જોયા કરું છું જગતને,
નથી ક્યાંય તો પણ, સકલમાં રહું છું,