Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushal Sheth

Inspirational

4  

Kaushal Sheth

Inspirational

જોજોને

જોજોને

1 min
189


ફરી આનંદ અને ઉલ્લાસ આવશે, જોજોને !

ને લોકોના શ્વાસમાં શ્વાસ આવશે, જોજોને !


વીખાશે કાળા વાદળો આ દુનિયા પરથી,

અને ફરી નવો ઉજાસ આવશે, જોજોને !


આ રાક્ષસ જે નીકળ્યો છે ખાવા જગતને,

હવે એનો પણ વિનાશ આવશે, જોજોને !


ઊતરી જશે વાઘા બધેબધા નકામા,

માણસાઈને નવો લીબાસ આવશે, જોજોને !


લખાયેલું હશે એ જ થઈ રહ્યું અહીં પર,

ભાવિ બની ઈતિહાસ આવશે, જોજોને !


શીખશે નવું કંઈ હવે 'સ્તબ્ધ' માણસ,

અને નવું કંઈક ખાસ આવશે, જોજોને !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational