STORYMIRROR

Kaushal Sheth

Abstract Inspirational Others

3  

Kaushal Sheth

Abstract Inspirational Others

જીવી લે

જીવી લે

1 min
224

જીવન મળ્યું જે એને તું જીવી લે,

ભૂલીને બધું મોજથી તું જીવી લે,


ન દરકાર કર આવતી આફતોની,

હરાવી દે એને અને તું જીવી લે,


હજી તારી ભીતર ઘણી જિંદગી છે,

ફરી શ્વાસ ઊંડા ભરી તું જીવી લે,


નિસાસા નહીં નાખ ને ડર નહીં તું,

હવે તો બનીને અભય તું જીવી લે,


જતી આવતી છે ક્ષણો “સ્તબ્ધ” નક્કી,

એ બંનેને વચ્ચેની પળ તું જીવી લે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract