અમે વન વગડાનાં વાસી
અમે વન વગડાનાં વાસી


અમે વન વગડાનાં વાસી,
અમે સૌનાં રે સંગાથી.
એક વાત અમારી સાંભળીલો,
ઓ શહેરોનાં વાસી.
અમે વન વગડાનાં વાસી.
ઊંચા ઊંચા મહેલોમાં પણ,
જંગલ વિના ઉદાસી.
પાણી નથી જો પાતાળેને,
ધરતી થઈ છે પ્યાસી.
અમે વન વગડાનાં વાસી.
તરસે મરતાં જીવ જંતુઓ,
અરજ કરે છે જરાસી.
કાપશો નહીં આ ભોળાં વૃક્ષને,
આપો થોડી આઝાદી,
તમે આપો થોડી આઝાદી.
અમે વન વગડાનાં વાસી.
ધરતી નભને જીવનના,
આ વૃક્ષો સાચા ખલાસી.
કુદરત ખોળે રમતાં રમતાં,
કુદરતની રે પ્રસાદી,.
અમે કુદરતની રે પ્રસાદી.
અમે વન વગડાનાં વાસી.